ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...
તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?

😋😋😍😊🤤

#સ્ટીમ
#વીકમીલ૩
#માઈઈબુક
#cookpad
#cookpadgujarati
#cookpadindia

Read more
Edit recipe
Share

Ingredients

૪૫ મિનીટ
૨-૩
  1. ૧ કપ ઈડલીનું ખીરું
  2. મીઠું
  3. ૨-૩ ચમચી પાણી
  4. ૧/૨ ચમચી સફેદ ઈનો
  5. ************************************
  6. ૪ ચમચી કોથમીર, આદું મરચાં ની તીખી ચટણી
  7. ૪ ચમચી ઈડલીનું ખીરું
  8. મીઠું
  9. પા ચમચી ઇનો
  10. ૧ ચમચી પાણી
  11. ************************************
  12. ૧ કપ બેસન
  13. ૧/૨ ચમચી ઇનો
  14. મીઠું
  15. પાણી
  16. ૧ ચમચી લીબું નો રસ
  17. ૧ ચમચી ખાંડ
  18. ************************************
  19. ૩ ચમચી તેલ
  20. ઝીણી રાઈ
  21. લીલા મરચાં
  22. ચપટી હીંગ
  23. સમારેલી કોથમીર

Cooking Instructions

  1. 1

    બેસન માં મીઠું, લીબું નો રસ, ખાંડ થોડું પાણી નાંખી જાડું ખીરું તૈયાર કરો.

  2. 2

    જે વાસણ માં ઢોકળા કરવાનાં છે, તેમાં પાણી મુકી ગેસ ચાલું કરો. સ્ટેનડ મુકી ઊંડી થાળી કે પેન મુકો. થાળી ને તેલ લગાવી લો.

  3. 3

    હવે, બેસના તૈયાર કરેલા મિક્ષ માં ઈનો ઉમેરી સરસ ફટાફટ હલાવી ગેસ પર મુકેલી ઊંડી થાળી માં પાથરી દે. ઢાંકણ ઢાંકી ૧૦ મિનીટ ચડવા દો.

  4. 4

    એ ૧૦ મીનીટ નાં સમય માં, કોથમીર ની ચટણી માં ઈડલીનું ખીરું, પાણી અને મીઠું ઉમેરી સરસ હલાવી લો. બેસનના ઢોકળાં ની ૧૦ મિનીટ થવા આવે એટલે એ ચટણી માં મિક્ષ માં ઇનો ઉમેરી હલાવી પેલા બેસન નાં ઢોકળાં ના મિક્ષ પર બધી બાજું સરસ રીતે પાથરી દો. ઢાંકણ ઢાંકી ૧૦ મિનીટ ચડવા દો.

  5. 5

    હવે, એ ૧૦ મીનીટ નાં સમય માં ઈડલી ના ખીરા માં મીંઠું અને પાણી નાંખી સરખું મિક્ષ કરો. ખીરું જાડું જ રાખવાનું છે. પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પછી ઈનો ઉમેરી હલાવી, ચટણી વાળા ઢોકળાં પર ચારેબાજું સરસ પાથરી લો. ઢાંકણ બંધ કરી ૧૨ થી ૧૩ મિનીટ ચડવા દો. પછી ઢાંકણ ખોલી ટુથપીક નાંખી ચેક કરી લો કે બરાબર ચડી ગયા છે કે નહી. ૧૦ મિનીટ વિસમવા દો.

  6. 6

    એ ૧૦ મિનીટ માં વઘાર તૈયાર કરી લો. વઘારીયા માં તેલ ગરમ કરો, ગરમ થાય એટલે રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ અને લીલા મોટાં સમારેલા લીલા મરચાં નાંખો.

  7. 7

    ઢોકળા ને બીજી એક પ્લેટ માં અપ સાઈડ ડાઉન કરી કાઢી લો.

  8. 8

    હવે, વઘાર ને સરસ હલાવી બનાવેલા ઢોકળા પર સરખી રીતે ની મદદ થી વઘાર પાથરી દો. ઢોકળા નાં પીસ કરી પીરસો.

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

Comments (6)

SpottedByD
SpottedByD @SpottedByD
Wish i can translate it! Looks pretty

Written by

Suchi Shah
Suchi Shah @SuchiShah13
on
USA